અમેરિકાએ સેંકડો વિદેશી વિદ્યાર્થીઓના F-1 વિઝા રદ કર્યા છે, જેમાં ભારતીય વિદ્યાર્થીઓ પણ પ્રભાવિત થયા છે. ડોનાલ્ડ ટ્રમ્પવહીવટીતંત્રે ઇમેઇલ દ્વારા વિદ્યાર્થીઓને દેશ છોડવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય વિદ્યાર્થીઓના આંદોલનો અને સોશિયલ મીડિયાપરની કથિત રાષ્ટ્રવિરોધી પોસ્ટ્સને પગલે લેવાયો છે. વિઝા રદ કરવા માટે AI-આધારિત ‘કેચ એન્ડ રિવોક’ એપ્લિકેશનનો ઉપયોગ થઇરહ્યો છે.