ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ, નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠી, આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અનેએર ચીફ માર્શલ એપી સિંહ સાથે, આજે રાષ્ટ્રપતિ ભવનમાં સશસ્ત્ર દળોના સુપ્રીમ કમાન્ડર, રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને મળ્યા અનેતેમને ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી.
રાષ્ટ્રપતિએ સશસ્ત્ર દળોની બહાદુરી અને સમર્પણની પ્રશંસા કરી જેના કારણે આતંકવાદ સામે ભારતનો પ્રતિભાવ શાનદાર સફળ બન્યો.