નવમાનવ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત *સબવાહિની ની નિશુલ્ક* સેવા મેળવવા માટે
*નમસ્તે સ્નેહીજનો*
આપ સર્વે ને જણાવવાનું કે *નવમાનવ ચેરીટેબલ ટ્રસ્ટ* સંચાલિત *શબવાહિની* જેનું *લોકાર્પણ તા. ૨/૬/૨૦૨૪ કરેલ.* જેના આજે પૂરાથતાં *નવ (૯) મહીના* નાં સમયગાળા દરમ્યાન દેવલોક પામેલ *”કુલ ૧૪૨ (એકસો બેતાલીસ) સ્વર્ગવાસીઓ”* ને ટ્રસ્ટ સંચાલિત*શબવાહિની* દ્વારા અલગ અલગ સ્થળ નાં *મુક્તિધામ (સ્મશાન) માં* લઈ જવામાં આવ્યા છે, જેમાં આપણા ૮૬ સમાજ નાં*”અગનોસીતેર (૬૯)”* અને અન્ય સમાજ ના *તોતેર (૭૩)* ને સેવા આપી છે. સ્વર્ગવાસીઓ નાં સ્મરણાર્થે તેમના *કુટુંબીજનો તથાપરિવાર* તરફ થી *૪૩૨૯૨/-* અંકે તેતાલીસ હજાર બસો બાણું રૂપીયા નું *શબવાહિની નાં નિભાવણી ખર્ચ* પેટે દાન આવ્યું છે. તેમજ*૨૭૧૯૦/- રૂ.* સત્યાવીસ હજાર એકસો નેવું રૂ. ડીઝલ તેમજ અન્ય ખર્ચ *(ડ્રાઈવર નાં મહેનતાણા વગર)* થયેલ હોય *૧૬૧૦૨/- રૂ.* સોળ હજાર એકસો બે રૂપિયા *સિલક* વધેલ છે.
*વિશેષ નોંધ :-*
*ટ્રસ્ટ માં દાન દાન આપનાર દાતાશ્રીઓ, સેવા લેનારાઓ, તથા સેવા આપનાર નો નવમાનવ ચેરીટેબલ ટ્રસ્ટ ખુબ ખુબ આભાર વ્યક્ત કરેછે.*