
ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, સમસ્ત લેઉવા પાટીદાર સમિતિ, સુરત દ્વારા મોટા વરાછા ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીની ઉપસ્થિતિમાં રાજય સરકારના વિવિઘ મંત્રીશ્રીઓનો તેમજ ભાજપાના નવનિયુકત પ્રદેશ પદાધિકારીશ્રીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રિય મંત્રીશ્રીઓ શ્રી મનસુખભાઇ માંડવિયા અને શ્રી સી.આર.પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
સમસ્ત લેઉવા પાટીદાર સમિતિ, સુરત દ્વારા રાજ્ય સરકારમાં મંત્રીશ્રી તરીકે દાયિત્વ નિભાવી રહેલ રાજય સરકારના કૃષિ, ખેડુત કલ્યાણ,પશુપાલન, સહકાર અને મત્સય ઉદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી, આરોગ્ય,પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ વિભાગ(સ્વતંત્ર હવાલો)ના રાજયમંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરિયા, કાયદો, ન્યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના રાજયમંત્રીશ્રી કૌશિકભાઇ વેકરિયા, નાણા, નાગરિક સંરક્ષણ, નશાબંઘી અને આબકારી વિભાગના રાજયમંત્રીશ્રી કમલેશભાઇ પટેલ તેમજ ભાજપાના નવનિયુક્ત પ્રદેશ મહામંત્રીશ્રી પ્રશાંતભાઇ કોરાટ, પ્રદેશ ઉપપ્રમુખશ્રી રમેશભાઇ ધડુક, પ્રદેશ મંત્રીશ્રી નિરવભાઇ અમીન, પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખશ્રી હિરેનભાઇ હિરપરા અને પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષા શ્રીમતિ અંજુબેન વેકરિયાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમસ્ત લેઉવા પાટીદાર સમાજના સમાજશ્રેષ્ઠીઓ, અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ તેમજ વિશાળ સંખ્યામાં નાગરિક ભાઇઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.