ગુજરાત ના ડીસાના ઢુંવા રોડ પર ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. પ્રાથમિક માહિતી મુજબ,બોઈલરફાટવાના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. ધડાકા સાથે લાગેલી આગના કારણે અત્યારસુધી 18થી વધુ શ્રમિકોના મૃત્યુ થયાં હોવાનીઆશંકા છે. ફાયર બ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સની ટીમ સહીત તંત્ર અને પોલીસ પ્રસાશન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બચાવકામગીરી કરી હતી, બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે કાટમાળ 250 મીટર સુધી ફંગોળાયો હતો.