NEWS अब तक

આ આગ દુર્ઘટનાની તપાસ કરવા રાજ્ય સરકારે વધુ એક સીટની રચના કરી છે. બે-બે સીટ રચવા પાછળ ગુજરાત સરકારનું શુ ગણિતછે તે મુદ્દે સવાલ ઉઠ્યાં છે.

ફેક્ટરીના માલિકની સાથે સાથે ભ્રષ્ટ અધિકારીઓ સામે પગલાં ભરાશે કે પછી ક્લિનચીટ અપાશે

ગુજરાતમાં ફેકટરી-કારખાનાઓમાં શ્રમિકોનીસુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ચોક્કસ આયોજન જ નથી પરિણામે આગ દુર્ઘટનામાં નિર્દોષોનોભોગ લેવાઈ રહ્યો છે. છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાતમાં ઔદ્યોગિક અકસ્માતમાં જ આશરે 1000 થી વધુ શ્રમિકોએ જાન ગુમાવ્યા છે. આવીદુર્ઘટના બને ત્યારે રાજ્ય સરકાર માત્ર નાણાંકીય સહાય કરીને હાનુભૂતિના આંસુ સારીલેછે. ડીસા અગ્નિકાંડ ડીવાયએસપીના વડપણહેઠળ સીટની રચના કરવામાં આવીછે. ત્યાં આજે રાજ્યસરકારે વધુ એક સીટ રચી છે. લેન્ડ રિફોર્મ્સ, મહેસૂલ વિભાગના સેક્રેટરી ભાવિનપંડ્યાના વડપણ હેઠળ સીટ રચાઇ છે. જેમાં ત્રણ સભ્યોનો સમાવેશ કરાયો છે. ૧૫ દિવસમાં સીટ રાજ્ય સરકારને રિપોર્ટ સુપરત કરશે. સવાલ એછે કે, સીટનું નાટક કરીને

દોષનો ટોપલો ફેકટરી માલિકના માથે તો થોપી દેવાશે પણ આટલા વખતથી વિના મંજૂરીએ ફટાકડાંની ફેક્ટરી ધમઘમી રહી હતી તેનુંશું? ભ્રષ્ટ અધિકારીઓને બચાવાશે કેપછી હળવેકથી ક્લિનચીટ આપી દેવાશે તેવા સવાલ ઉઠ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *