સમા છાણી કેનાલ રોડ પર આવેલી સોલાર કેનાલમાં બુધવારે મોડી સાંજે નાહવા પડેલા 2 યુવકો પૈકી એક યુવક તણાઇ જતા ફાયરબ્રિગેડની ટીમે તપાસ હાથ ધરી હતી. ફાયર બ્રિગેડને કેનાલની બહાર યુવકના કપડા અને ચપ્પલ મળી આવ્યા હતા. સાંજે 7 વાગે શરૂથયેલી આ તપાસ મોડી રાત સુધી ચાલી હતી. મોડી રાત્રે યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.
લાશ્કરોએ બોટ વડે તેને શોધવાની કામગીરી હાથ ધરી હતી. ઘટનાને પગલે લોક ટોળા ભેગા થઇ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, આ યુવકવોર્ડ નં 1ના કાઉન્સેલર જ્હા ભરવાડના ભત્રીજો છે.
વોર્ડ નં 1ના કાઉન્સેલર જ્હા દેસાઇનો ભત્રીજો પવન અને તેનો મિત્ર સાંજના સમયે કેનાલમાં નાહવા માટે ઉતર્યા હતા તેમ જાણવા મળ્યુંહતું. તે દરમિયાન પવન તણાઇ ગયો હતો. તાજેતરમાં જ તેને ધો 10 બોર્ડની પરીક્ષા પણ આપી હતી. આ રીતે યુવક કેનાલમાં ડૂબ્યો છેતેની ફાયર બ્રિગેડને જાણ કરાતા ટીપી 13ની ફાયર બ્રિગેડની ટીમે આવી સાંજે 7 કલાકથી આ યુવકની શોધખોળ હાથ ધરી હતી. તેનીસાથે સાથી ઇઆરસીની બોટ વડે પણ શોધખોળની કામગીરી કરાઇ હતી. પરંતુ રાત્રે 9.45 સુધી પણ આ યુવકનો કોઇ પત્તો લાગ્યો નહતો.
સ્થળ પર કાઉન્સેલર જ્હા ભરવાડ અને અન્ય કાઉન્સેલરો પણ આવી પહોંચ્યા હતા. જો કે મોડી રાત્રે તેનો મૃતદેહ મળ્યો હતો