પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ આજે (બુધવાર, 30 એપ્રિલ) કેન્દ્રીય મંત્રીમંડળની પહેલી બેઠક યોજાશે. પહેલગામ આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા. આજે સવારે 11 વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીની અધ્યક્ષતામાં એક બેઠક બોલાવવામાં આવી છે. આ સાથે, આજે સુરક્ષા બાબતો સમિતિ CCS ની બેઠક પણ યોજાશે.
પીએમ મોદીએ સેનાને આપી ખુલ્લી છૂટ
ગઈકાલે એટલે કે મંગળવારે (29 એપ્રિલ) વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી. તેમણે આતંકવાદ સામે’જોરદાર પ્રહાર’ કરવા માટે સેનાને ખુલ્લી છૂટ આપી દીધી છે. આ બેઠકમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિતડોભાલ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ તેમજ સેના, નૌકાદળ અને વાયુસેનાના વડાઓ પણ હાજર રહ્યા હતા.