ઓપરેશન સિંદૂર માત્ર લશ્કરી કાર્યવાહી નહોતી, પરંતુ ભારતની રાજકીય, સામાજિક અને વ્યૂહાત્મક ઇચ્છાશક્તિનું પ્રતીક હતું. આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિને અનુસરીને, વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું કે નવું ભારત સરહદની બંને બાજુઆતંકવાદ સામે અસરકારક કાર્યવાહી કરશે
_આ ઓપરેશન પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી માળખાને નષ્ટ કરવા માટે શરૂ કરવામાં આવ્યું હતું. નિર્દોષ નાગરિકોને નિશાનબનાવવામાં આવ્યા ન હતા. જોકે, પાકિસ્તાને ભારતમાં નાગરિક વિસ્તારોને નિશાન બનાવ્યા અને મંદિરો, ગુરુદ્વારાઓ અને ચર્ચો પરહુમલો કરવાનો પ્રયાસ કર્યો._
_અમે સરહદને અડીને આવેલા લશ્કરી છાવણીઓ સામે કાર્યવાહી કરી, પરંતુ આપણા સશસ્ત્ર દળોનો ગુસ્સો રાવલપિંડીમાં પણ પહોંચ્યો, જ્યાં પાકિસ્તાની લશ્કરી મુખ્યાલય સ્થિત છે.”_
— રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહ