નેશનલ કેડેટ કોર્પ્સ (NCC) એ 18 મે, 2025 ના રોજ માઉન્ટ એવરેસ્ટ (8,848 મીટર) સફળતાપૂર્વક સર કરીને એક મહત્વપૂર્ણસીમાચિહ્ન હાંસલ કર્યું છે. ટીમમાં 10 NCC કેડેટ (પાંચ છોકરાઓ અને પાંચ છોકરીઓ) ઉપરાંત ચાર અધિકારીઓ, બે જુનિયર કમિશન્ડઓફિસર, એક છોકરી કેડેટ ઇન્સ્ટ્રક્ટર અને 10 નોન-કમિશન્ડ ઓફિસરનો સમાવેશ થતો હતો.
પસંદ કરાયેલા કેડેટ્સ દેશભરમાંથી શિખાઉ હતા. તેઓએ કડક પસંદગી અને તાલીમ પ્રક્રિયામાંથી પસાર થયા. તેમની તૈયારીના ભાગરૂપે, તેઓએ માઉન્ટ અબી ગામિન ખાતે એવરેસ્ટ પહેલાનો અભિયાન ચલાવ્યો. ત્યારબાદ 15 કેડેટ્સની અંતિમ ટીમને સિયાચીન બેઝકેમ્પ સ્થિત આર્મી માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ ખાતે શિયાળુ અને ટેકનિકલ તાલીમ લેવા માટે પસંદ કરવામાં આવી. મહિનાઓની તાલીમપછી, માઉન્ટ એવરેસ્ટ અભિયાન માટે દસ કેડેટ્સની પસંદગી કરવામાં આવી.
19 વર્ષની સરેરાશ ઉંમર ધરાવતા સૌથી નાના પર્વતારોહકોની ટીમ આકર્ષણનું કેન્દ્ર બની અને ચઢાણના વિવિધ તબક્કામાં વાતાવરણનેઅનુકૂલન તાલીમ દરમિયાન તેમની ફિટનેસ અને શિસ્ત માટે જાણીતી બની. નેપાળના શેરપાઓએ NCC ટીમની તેમની શારીરિક તૈયારીઅને મનોબળ માટે પ્રશંસા કરી.