NEWS अब तक

12 જૂન 2025ના રોજ વિમાન દુર્ઘટના થઈ હતી. આ વિમાન લંડન જઈ રહ્યું હતું ત્યારે બીજે મેડિકલની હોસ્ટેલ પાસે ક્રેશ થયું હતું. જેમાં200થી વધુ લોકોના મોત નીપજ્યાં છે. આ દુર્ઘટનામાં ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીનું પણ નિધન થયું હતું. ડીએનએ મેચ થયા બાદ ગઈકાલે 16 જૂનના રોજ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આજે 17 જૂનના રોજ રાજકોટના રેસકોર્સખાતે તેમને શ્રદ્ધાંજલિ અર્પવા માટે પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાંસદ પરષોત્તમ રુપાલા સહિતના ઉપસ્થિત રહ્યાંહતા અને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.

ગઈકાલે સવારે વિજયભાઈ રુપાણીનો પાર્થિવ દેહ તેમના પરિવારને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સોંપવામાં આવ્યો હતો અનેત્યાંથી પ્લેન મારફત રાજકોટ લઈ જવાયો હતો. રાજકોટમાં તેમની અંતિમ યાત્રા નીકળી હતી. જેમાં બ્હોળી સંખ્યામાં રાજકોટનાનાગરિકો જોડાયા હતા. અમિત શાહ સહિતના ભાજપના વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતિમાં તેમને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *