વડોદરા છાણી કેનાલ રોડ પર એક ઘરમાં આગ લાગવાથી આખું ઘર બળીને ખાખ થયું

છાણી કેનાલ રોડ પર આવેલી રોમન પાર્ક સોસાયટી માં તારીખ 1/4/25 મંગળવાર ના રોજ સાંજે 8 વાગ્યા ના આસ પાસ શોર્ટ સર્કિટથવાથી અચાનક આગ લાગી હતી.ઘર નો બધો સામાન બળી ને ખાખ થઈ ગયો હતો. જોકે આગ માં કોઈ જાન હાનિ થઈ નથી. તત્કાલ ફાયર બ્રિગેડ બોલાવી ને આગ પરકાબુ કરવામાં આવ્યો હતો.
વડોદરા ના વોર્ડ નં 1ના કોર્પોરેટર જહા દેસાઇનો 20 વર્ષિય ભત્રીજો છાણી કેનાલમાં ડૂબતાં મોત

સમા છાણી કેનાલ રોડ પર આવેલી સોલાર કેનાલમાં બુધવારે મોડી સાંજે નાહવા પડેલા 2 યુવકો પૈકી એક યુવક તણાઇ જતા ફાયરબ્રિગેડની ટીમે તપાસ હાથ ધરી હતી. ફાયર બ્રિગેડને કેનાલની બહાર યુવકના કપડા અને ચપ્પલ મળી આવ્યા હતા. સાંજે 7 વાગે શરૂથયેલી આ તપાસ મોડી રાત સુધી ચાલી હતી. મોડી રાત્રે યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. લાશ્કરોએ બોટ વડે તેને શોધવાની કામગીરી હાથ ધરી હતી. ઘટનાને પગલે લોક ટોળા ભેગા થઇ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, આ યુવકવોર્ડ નં 1ના કાઉન્સેલર જ્હા ભરવાડના ભત્રીજો છે. વોર્ડ નં 1ના કાઉન્સેલર જ્હા દેસાઇનો ભત્રીજો પવન અને તેનો મિત્ર સાંજના સમયે કેનાલમાં નાહવા માટે ઉતર્યા હતા તેમ જાણવા મળ્યુંહતું. તે દરમિયાન પવન તણાઇ ગયો હતો. તાજેતરમાં જ તેને ધો 10 બોર્ડની પરીક્ષા પણ આપી હતી. આ રીતે યુવક કેનાલમાં ડૂબ્યો છેતેની ફાયર બ્રિગેડને જાણ કરાતા ટીપી 13ની ફાયર બ્રિગેડની ટીમે આવી સાંજે 7 કલાકથી આ યુવકની શોધખોળ હાથ ધરી હતી. તેનીસાથે સાથી ઇઆરસીની બોટ વડે પણ શોધખોળની કામગીરી કરાઇ હતી. પરંતુ રાત્રે 9.45 સુધી પણ આ યુવકનો કોઇ પત્તો લાગ્યો નહતો.સ્થળ પર કાઉન્સેલર જ્હા ભરવાડ અને અન્ય કાઉન્સેલરો પણ આવી પહોંચ્યા હતા. જો કે મોડી રાત્રે તેનો મૃતદેહ મળ્યો હતો
ડીસામાં ફટાકડાંની ફેક્ટરીમાં આગ લાગતા ૨૧ શ્રમિકોના મોત નિપજ્યાં છે

આ આગ દુર્ઘટનાની તપાસ કરવા રાજ્ય સરકારે વધુ એક સીટની રચના કરી છે. બે-બે સીટ રચવા પાછળ ગુજરાત સરકારનું શુ ગણિતછે તે મુદ્દે સવાલ ઉઠ્યાં છે. ફેક્ટરીના માલિકની સાથે સાથે ભ્રષ્ટ અધિકારીઓ સામે પગલાં ભરાશે કે પછી ક્લિનચીટ અપાશે ગુજરાતમાં ફેકટરી-કારખાનાઓમાં શ્રમિકોનીસુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ચોક્કસ આયોજન જ નથી પરિણામે આગ દુર્ઘટનામાં નિર્દોષોનોભોગ લેવાઈ રહ્યો છે. છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાતમાં ઔદ્યોગિક અકસ્માતમાં જ આશરે 1000 થી વધુ શ્રમિકોએ જાન ગુમાવ્યા છે. આવીદુર્ઘટના બને ત્યારે રાજ્ય સરકાર માત્ર નાણાંકીય સહાય કરીને હાનુભૂતિના આંસુ સારીલેછે. ડીસા અગ્નિકાંડ ડીવાયએસપીના વડપણહેઠળ સીટની રચના કરવામાં આવીછે. ત્યાં આજે રાજ્યસરકારે વધુ એક સીટ રચી છે. લેન્ડ રિફોર્મ્સ, મહેસૂલ વિભાગના સેક્રેટરી ભાવિનપંડ્યાના વડપણ હેઠળ સીટ રચાઇ છે. જેમાં ત્રણ સભ્યોનો સમાવેશ કરાયો છે. ૧૫ દિવસમાં સીટ રાજ્ય સરકારને રિપોર્ટ સુપરત કરશે. સવાલ એછે કે, સીટનું નાટક કરીને દોષનો ટોપલો ફેકટરી માલિકના માથે તો થોપી દેવાશે પણ આટલા વખતથી વિના મંજૂરીએ ફટાકડાંની ફેક્ટરી ધમઘમી રહી હતી તેનુંશું? ભ્રષ્ટ અધિકારીઓને બચાવાશે કેપછી હળવેકથી ક્લિનચીટ આપી દેવાશે તેવા સવાલ ઉઠ્યાં છે.
વડોદરા ના નવમાનવ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સબવાહિની ની નિશુલ્ક સેવા

નવમાનવ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત *સબવાહિની ની નિશુલ્ક* સેવા મેળવવા માટે *નમસ્તે સ્નેહીજનો*આપ સર્વે ને જણાવવાનું કે *નવમાનવ ચેરીટેબલ ટ્રસ્ટ* સંચાલિત *શબવાહિની* જેનું *લોકાર્પણ તા. ૨/૬/૨૦૨૪ કરેલ.* જેના આજે પૂરાથતાં *નવ (૯) મહીના* નાં સમયગાળા દરમ્યાન દેવલોક પામેલ *”કુલ ૧૪૨ (એકસો બેતાલીસ) સ્વર્ગવાસીઓ”* ને ટ્રસ્ટ સંચાલિત*શબવાહિની* દ્વારા અલગ અલગ સ્થળ નાં *મુક્તિધામ (સ્મશાન) માં* લઈ જવામાં આવ્યા છે, જેમાં આપણા ૮૬ સમાજ નાં*”અગનોસીતેર (૬૯)”* અને અન્ય સમાજ ના *તોતેર (૭૩)* ને સેવા આપી છે. સ્વર્ગવાસીઓ નાં સ્મરણાર્થે તેમના *કુટુંબીજનો તથાપરિવાર* તરફ થી *૪૩૨૯૨/-* અંકે તેતાલીસ હજાર બસો બાણું રૂપીયા નું *શબવાહિની નાં નિભાવણી ખર્ચ* પેટે દાન આવ્યું છે. તેમજ*૨૭૧૯૦/- રૂ.* સત્યાવીસ હજાર એકસો નેવું રૂ. ડીઝલ તેમજ અન્ય ખર્ચ *(ડ્રાઈવર નાં મહેનતાણા વગર)* થયેલ હોય *૧૬૧૦૨/- રૂ.* સોળ હજાર એકસો બે રૂપિયા *સિલક* વધેલ છે. *વિશેષ નોંધ :-**ટ્રસ્ટ માં દાન દાન આપનાર દાતાશ્રીઓ, સેવા લેનારાઓ, તથા સેવા આપનાર નો નવમાનવ ચેરીટેબલ ટ્રસ્ટ ખુબ ખુબ આભાર વ્યક્ત કરેછે.*
ફટાકડા ફેક્ટરી માં આગ 18થી વધુ શ્રમિકોના મોત

ગુજરાત ના ડીસાના ઢુંવા રોડ પર ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. પ્રાથમિક માહિતી મુજબ,બોઈલરફાટવાના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. ધડાકા સાથે લાગેલી આગના કારણે અત્યારસુધી 18થી વધુ શ્રમિકોના મૃત્યુ થયાં હોવાનીઆશંકા છે. ફાયર બ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સની ટીમ સહીત તંત્ર અને પોલીસ પ્રસાશન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બચાવકામગીરી કરી હતી, બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે કાટમાળ 250 મીટર સુધી ફંગોળાયો હતો.
અમેરિકાએ સેંકડો વિદેશી વિદ્યાર્થીઓના F-1 વિઝા રદ

અમેરિકાએ સેંકડો વિદેશી વિદ્યાર્થીઓના F-1 વિઝા રદ કર્યા છે, જેમાં ભારતીય વિદ્યાર્થીઓ પણ પ્રભાવિત થયા છે. ડોનાલ્ડ ટ્રમ્પવહીવટીતંત્રે ઇમેઇલ દ્વારા વિદ્યાર્થીઓને દેશ છોડવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય વિદ્યાર્થીઓના આંદોલનો અને સોશિયલ મીડિયાપરની કથિત રાષ્ટ્રવિરોધી પોસ્ટ્સને પગલે લેવાયો છે. વિઝા રદ કરવા માટે AI-આધારિત ‘કેચ એન્ડ રિવોક’ એપ્લિકેશનનો ઉપયોગ થઇરહ્યો છે.