ભારતના ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન ગભરાયેલું છે. પહેલગામ હુમલાનો બદલો લેવા માટે, પાકિસ્તાને ડ્રોનનો ઉપયોગ કરીને અસફળહુમલા કરવાનો પ્રયાસ કર્યો, જેને ભારતની સંરક્ષણ પ્રણાલી દ્વારા હવામાં જ તોડી પાડવામાં આવ્યા. પાકિસ્તાન દ્વારા ઉશ્કેરણીજનકકાર્યવાહી બાદ, ભારતે વળતો જવાબ આપ્યો અને તેના ઘણા શહેરોને હચમચાવી નાખ્યા.
પાકિસ્તાન સતત યુદ્ધવિરામનો ભંગ કરી રહ્યું છે. ઉરી સેક્ટરના ગોહાલન વિસ્તારમાં પાકિસ્તાને ભારે ગોળીબાર શરૂ કરી દીધો છે. આદરમિયાન સાયરન પણ વાગવાની શરૂ થઈ છે. ભારત પાકિસ્તાનના દરેક નાપાક કૃત્યનો યોગ્ય જવાબ આપી રહ્યું છે.